Share This

ફોર્બ્સ બિલેનિયર્સ લિસ્ટમાં ૧૯ વર્ષીય બ્રાઝીલિયન સ્ટુડન્ટ લિવિયા વોઇગટને સૌથી ઓછી ઉંમરની અબજપતિ બની છે. બ્રાઝીલમાં રહેતી લિવિયા હજુ કોલેજમાં અભ્યાસ કરે છે. લિવિયા વોઇવેટનની સૌથી મોટી શેર હોલ્ડર્સમાંની એક છે જે લેટિન અમેરિકાની એક ઇલેકટ્રિક મોટર મેન્યુફેકચરિંગ કંપની છે.  જો કે હજુ  સુધી લિવિયા કંપનીના બોર્ડનો ભાગ બની નથી. તેની પાસે કંપનીના ૩.૧ ટકા ભાગીદારી છે. 

તાજેતરમાં ફોર્બ્સે ૨૦૨૪માં બિલેનિયર્સ લિસ્ટ બહાર પડયું જેમાં લિવિયાને સૌથી નાની ઉંમરની બિલિયોનર તરીકેનું આ બહુમાન આપ્યું હતું. લિવિયા પાસે કુલ ૧.૧ બિલિયન ડોલર સંપતિ છે જે ભારતીય રુપિયામાં ૯૧૭૯ કરોડ રુપિયા થાય છે. કંપનીની સ્થાપના લિવિયાના દાદા વર્નર રિકાર્ડો વોઇવેટે કરી હતી.દાદા વર્નર સાથે ભાગીદારીમાં એગોન જોઆઓ દા સિલ્વા અને ગેરાલ્ડો વર્નિગહૉસ પણ હતા.

લિવિયાની ભાગીદારી ધરાવતી કંપનીની ૧૦ દેશોમાં ફેકટરીઝ છે. વર્ષ ૨૦૨૨માં રેવન્યૂ અંદાજે ૬ બિલિયન ડોલર કરતા વધારે હતી.ફોર્બ્સેની માહિતી અનુસાર દુનિયામાં કુલ ૨૭૮૧ અબજોપતિ છે જે ગત વર્ષની સરખામણીમાં સંખ્યા ૧૪૧ વધારે છે. સૌથી વધુ અબજોપતિ અમેરિકામાં અને ત્યાર બાદ ચીનમાં છે. ભારત અબજોપતિની યાદીમાં ત્રીજા ક્રમે છે. અમેરિકામાં કુલ ૮૧૩ ચીનમાં ૪૭૩ અને ભારતમાં ૨૦૦ અબજપતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *