aajtak.in
Share This

છેલ્લાં કેટલાંક સમયથી હોટલો, રેસ્ટોરન્ટ અને ઇન્ટરનેશનલ ફુડ બ્રાન્ડોના પણ બેદરકારીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા લોકો સામે કોઇ નોંઘપાત્ર પગલાં પણ લેવાતા નથી.

તાજેતરમાં મહારાષ્ટ્રમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ મેકડોનાલ્ડ નકલી ચીઝ વાપરતા હોવાનો કેસ નોંધાયો હતો, ગુજરાતાં અનેક હોટલમાં જીવાત, માખી કે વંદા નિકળવાની પણ અનેક ફરિયાદો સામે આવી છે. પણ ગુજરાતમાં તો એક ફાઇવ સ્ટાર હોટલે બેદરકારી કરી છે.

અમદાવાદની મેરિયોટ હોટલમાં સૂપમાંથી જીવાત નિકળતા આરોગ્ય વિભાગે મેરિયોટ હોટલનું રસોડું બંધ કરાવી દીધું છે. ખાવાના શોખીન લોકો ભલે બહારનું ખાવાનું ખાય, પરંતુ સાથે સાથે એ પણ કાળજી રાખે કે હોટલમાં ગંદકી તો નથીને સરકારે હોટલોના રસોડા ચેક કરવાની ગ્રાહકોને સત્તા આપેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *